મારી નોંધ પોથી

FOR BETTER VIEW USE INTERNET EXPLORER 4.0 OR HIGHER

હોમ પેજ
વૈદિક ગણિતનો ઈતિહાસ
દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ
પદાવલીઑના ગુણાકાર
પદાવલીઑના ભાગાકાર
વર્ગાત્મક પદાવલીના અવયવ-૧
વર્ગાત્મક પદાવલીના અવયવ-૨
દ્વિઘાત સમીકરણનો ઉકેલ
પ્રતિભાવ

     ૧૯૯૬ની સાલમાં જ્યારે વૈદિક ગણિતનું પુસ્તક હાથમાં આવ્યું ત્યારથી સૉ પ્રથમ પરિચય થયો અને રસ વધ્યો. ધીરે ધીરે તેના બીજા પુસ્તકો વાંચવાની જીજ્ઞાસા થઈ.આ દરમ્યાન ઍક અંગ્રેજી પુસ્તક હાથમાં આવ્યું જેનો અભ્યાસ કરતાં તેના તરફની રૂચી ખૂબજ વધી ગઈ.અને વૈદિક ગણિતને લગતા પુસ્તકો વસાવવાનું શરૂ કર્યું.વ્યવસાયે શિક્ષક હોવાના નાતે બાળકોને વૈદિક ગણિતથી થોડાઘણા પ્રમાણમાં પરિચિત કરાવતો રહ્યો.વિવિધ ધોરણના વિધાર્થીઑને વર્ગખંડમાં પ્રયોગ બતાવવા શરૂ કર્યા.જેમ જેમ પ્રયોગ થતા ગયા તેમ તેમ તેનો અભ્યાસ્ક્રમમાં ઉપયોગ શક્ય છે એમ લાગ્યું.ધોરણ ૮ થી ૧૦ના વિધાર્થીઓને ગણિતના અમુક પ્રકરણમાં તેનો ઉપયોગ કરાવ્યો.જેનું જોરદાર પરિણામ મળ્યું. ધોરણ ૮ થી ૧૦ ના બાળકોને જો આ પધ્ધતિથી શીખવવામાં આવે તો બાળકો ગુણાકાર,ભાગાકાર,સંખ્યાઑના વર્ગ,વર્ગમૂળ,ઘનમૂળ વગેરે ઝડપથી કરી શકે.પરંતુ મહાવરો ખૂબજ જરૂરી છે.

     આ દરમ્યાન તેના પર સંશોધન કરવાનું મન થયુ.પરંતુ તેના માટેના સમયના અભાવે થોડું પાછળ ઠેલાતું જતું હતું.આ દરમ્યાન વૈદિક ગણિતની ગુજરાતીમાં વેબસાઈટ બનાવવાનું શરૂ કર્યું.આ માટેના વિષયવસ્તુનું સંપાદન કરવાનું શરૂ કર્યું.આ વિષયના વિવિધ પુસ્તકોનો મેં સંદર્ભ લીધો છે જેની યાદી મેં મૂકી છે અને મેં મારી પોતાની શૈલીમાં આ વેબસાઈટ બનાવી છે.આ વેબસાઈટ લોકોને ઉપયોગી થશે અને ગમશે ઍવું હું માનું છું.ક્ષતિ ન રહી જાય ઍવો પ્રયત્ન કર્યો છે છતાં ક્યાંય ભૂલ થઈ હોય તો ક્ષમ્ય ગણશો અને મને જરૂરથી જણાવશૉ.

                                                                                                                                                  તેજસ પાઠક

                                                                                                                                                                          

        

 

 

 

 

tppathak@yahoo.co.in